ટંકારા : ટંકારા શહેરના નગરનાકા નજીકથી પોલીસે શંકાસ્પદ રીતે એક્ટિવા લઈને પસાર થતા બે યુવાનને અટકાવી તલાસી લેતા એક્ટિવામાંથી વિદેશી દારૂની 6 બોટલ મળી આવતા મોરબીના દારૂ સપ્લાયર સહીત ત્રણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસે શહેરના નગરનાકા નજીકથી GJ-36-AE-3485 નંબરનું એક્ટિવા મોટર સાયકલ લઈને પસાર થતા આરોપી ખોડા જશુભાઇ વરાણિયા, રહે.-ત્રાજપરગામ, ત્રાજપર ચોકડી, ટી.કે. હોટલ પાસે, તા.જી.મોરબી અને સાગર રમેશભાઇ સિચણાદા રહે.મોરબી, સામાકાઠે સો-ઓરડી, પરશુરામ પોટરી શેરી નંબર-6 વાળાને અટકાવી તલાસી લેતા બન્નેના કબ્જામાંથી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3120 મળી આવતા પોલીસે બન્નેની અટકાયત કરી રૂપિયા 30 હજારના એક્ટિવ સહીત 33,120નો મુદામાલ કબ્જે કર્યો હતો.વધુમાં પોલીસના હાથે ઝડપાયેલ બન્ને શખ્સની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂની આ બોટલ મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રહેતા આરોપી જયદીપ ઉર્ફે જયુ બેચરભાઇ ચાઉ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.