મોરબી : મોરબીના ચાચાપર નજીક આવેલા ગાંધીનગર ગામે સ્વર્ગસ્થ ત્રમ્બકલાલ રેવાશંકર પંડ્યાના સ્મરણાર્થે આગામી તા.25 જાન્યુઆરીના રોજ રાત્રીના 9 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે જેમાં જાણીતા ભજનિક શૈલેષ મહારાજ અને ઉસ્તાદ કશ્યપ અગ્રાવત સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે, આ સંતવાણી કાર્યક્રમને માણવા માટે શાસ્ત્રી ઉદય મહારાજ, શંભુ મહારાજ અને રાહુલ મહારાજ તરફથી જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.