મોરબી : મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામમાં સમસ્ત દફતરી-મહેતા કુંટુંબના કુળદેવી શ્રી જખરી માતાજીનું મંદિર બનાવવાનો સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આ નવનિર્મિત મંદિરના સંપન્ન સમારોહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ અંતર્ગત તા. 26ને શુક્રવારે જખરીમાંના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી ધર્મેશભાઈ જોષી (સંસ્કૃત વિશારદ) રહેશે. નવચંડી યજ્ઞની શરૂઆત સવારે 7 કલાકે યજ્ઞ પ્રારંભથી થશે ત્યારપછી સવારે 10 કલાકે ધ્વજા રોહણ તથા કળશ સ્થાપના કરવામાં આવશે. તેમજ સવારે 10:30 કલાકે દાતાઓનું બહુમાન, તકતીનું અનાવરણ કરવામાં આવશે. બપોરના 12:39 કલાકે બીડુ હોમાશે અને યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બપોરના 1 કલાકે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે અને બપોરના 3 કલાકે કુંટુંબ મિલનનો કાર્યક્રમ પણ યોજાશે. મંદિર નિર્માણના મુખ્ય દાતા હસુમતીબેન જયસુખલાલ દફતરી પરિવાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર દફતરી-મહેતા પરિવારના દરેક કુટુંબીજનોને ઉપસ્થિત રહેવા શ્રી જખરી માતાજી મંદિર નવનિર્માણ કમિટિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.