મોરબી : આજરોજ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્થિત મંગલમ્ પ્લે હાઉસના બાળકો દ્વારા રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્વે રહેવાસીઓને પ્રતિષ્ઠાના દિવસે ઉત્સવ જેવો માહોલ બનાવી ઉજવણી કરવા આહ્યવાન કરવામાં આવ્યું હતું.આ માટે બાળકો રામ પરીવાર, બજરંગબલી સહિત રામ જીવનના જુદા જુદા વસ્ત્રો પરીધાનથી સજ્જ થઈ રામના જયકાર સાથે રેલી યોજી સ્થાનિક લોકોને પ્રતિષ્ઠાના દિવસે ઉત્સવ ઉજવવા આહ્યવાન કર્યું હતું.સાથે રામના વિવિધ ગીતના નૃત્ય કરી ઈશાવાસ્યમધામ રામ મંદિર પરીસરમાં સંચાલકો દ્રારા રામજીવનની વિવિધ વાર્તા કરી અયોધ્યા રામ મંદિરના સંઘર્ષ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મંગલમ્ પ્લે હાઉસના સંચાલકોએ જહેમત ઉઠાવવી હતી.