મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલ પાછળ રાધે કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલ શ્રી હરિ હોસ્પિટલ એન્ડ ટ્રોમાં સેન્ટરમાં તા.22ના રોજ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફ્રી નિદાન કરવામાં આવશે. આ સાથે મેડિકલ અને લેબોરેટીમાં 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. જ્યારે ઈ.સી.જી. ( કાર્ડીયોગ્રામ- હ્રદય ની તપાસ ) બી.પી ચેકઅપ, સુગર ની તપાસ, ડોક્ટર કન્સ્લટેશન ઇસીજી ચેકઅપ અને સુગરના રિપોર્ટ રૂ.100માં કરી અપાશે. તેમ યાદીમાં જણાવાયું છે.