મોરબી : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મોરબી તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં સાદુરકા પાસે આવેલ સર્વોપરી શૈક્ષણિક સકુંલ ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં મોરબીના પ્રજાપતિ સમાજની દીકરી બ્રિન્દા નીતિનભાઈ ઉભડીયાએ અંડર -17 એથલેટિક ૧૦૦ મીટર દોડ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ બ્રિન્દાને ચાતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.