મોરબી : મોરબી ગ્રામ્યમાં રહેતી સગીરાનું લલચાવી, ફોસલાવી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરનાર મોરબીના શનાળા બાયપાસ ઉપર આનંદ નગરમાં રહેતા આરોપી શક્તિ હસુભાઈ ચોરસિયા નામના શખ્સ વિરુદ્ધ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.