મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ વાણીયાવાડી સોસાયટીમાં આગામી તા.22મીએ અયોધ્યા ખાતે યોજાનાર પ્રભુ શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિને સવારે 10:00 કલાકે વાણીયાવાડી સોસાયટીમાં વિશાળ શોભાયાત્રા નીકળશે જેમાં સુશોભિત બળદગાડામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી તથા જાનકીજી બિરાજમાન થશે. આ શોભાયાત્રા વાણીયાવાડી સોસાયટીથી ધાયડી વિસ્તારમાં થઈને જૂના ગામમાં આવેલ શ્રી રામ મંદિરે પહોંચશે. ત્યારબાદ બપોરે 12:22 કલાકે શ્રી રામજી મંદિરે મહાઆરતી કરવામાં આવશે. ઢોલ, ત્રાસાના નાદ સાથે નાચતા નાચતા ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીજીનો જય જયકાર કરવામાં આવશે.આ ઉપરાંત સાંજે 4:00 કલાકે સોસાયટીના કોમન પ્લોટમાં ડી.જે.ના સથવારે શ્રી રામજીના ભક્તિ ગીતોની રમઝટ બોલશે. આ ઉપરાંત બપોરે તથા સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હોય તો આ અવસરનો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.