બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીમોરબી : મોરબી - વાકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આઇસર ચાલકે એક્ટિવા ચાલક યુવાનને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બનાવ સ્થળે જ એક્ટિવા ચાલક યુવાનનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાકાનેર હાઇવે ઉપર લાલપર નજીક જીજે - 36 - ટી - 9739 નંબરના આઇસર ચાલકે જીજે - 36 - એએચ - 4704 નંબરનું એક્ટિવા લઈને જઈ રહેલા ઈક્બાલશા કરીમશા શામદાર ઉ.36ને હડફેટે લેતા ઈક્બાલશા કરીમશા શામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે, મૃતક ઈક્બાલશાને સંતાનમાં એક 11 વર્ષની બેબી અને 8 વર્ષનો બાબો હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે મૃતકના ભાઈ યુનુશા કરીમશા શામદારે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવતા પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.