મોરબી : મોરબીનો ચાડમિયા પરિવાર આગામી 22મીએ દીકરીના લગ્નપ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રી રામની મહાઆરતી સાથે કરી નવતર પહેલ કરશે.22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને સમગ્ર દેશમાં પ્રભુ શ્રીરામનો નાદ ગુંજી રહ્યો છે, ત્યારે મોરબીમાં પણ 22મી જાન્યુઆરીએ આનંદ પાર્ટી પ્લોટમાં ચાડમીયા પરિવારના આંગણે દીકરીનો લગ્ન પ્રસંગ હોય આ રૂડા અવસરની શુભ શરૂઆત પ્રભુ શ્રીરામની મહાઆરતી સાથે કરવામાં આવશે. મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી જોસનાબેન તથા રસિકભાઈ ચતુરભાઈ ચાડમિયાની પુત્રી શ્રેણીના શુભ લગ્ન મૂળ રવાપર હાલ મોરબી નિવાસી ભાવનાબેન તથા ભુપેન્દ્રભાઈ રઘુભાઈ સોલંકીના પુત્ર જીત સાથે તારીખ 22/1ને સોમવારના રોજ નિરર્ધાર્યા હોય ત્યારે આ લગ્ન ઉત્સવની શરૂઆત રામલલ્લાની આરતી સાથે કરવામાં આવશે. લગ્નમાં આવેલા તમામ મહેમાનોના હાથમાં દીવડા આપી પ્રભુ શ્રી રામના જય જયકાર સાથે ભગવાન રામની આરતી કરવામાં આવશે.