મોરબી : મોરબીની મીતાણા તાલુકા શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુથી શાળાના આચાર્ય પ્રવિણભાઈ પારધી દ્વારા શાળામાં થ્રી ડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ થ્રી ડી શો આસપાસની કુલ મળીને સાત શાળાના બાળકોએ નિહાળ્યો હતો. જેમાં છતર, હરિપર, ભૂતકોટડા, ગણેશપર, વીરવાવ, પ્રભુનગર અને મિતાણા તાલુકા શાળાનો સમાવેશ થાય છે. આ સાત શાળાના અંદાજીત 1000 જેટલા બાળકોએ નિહાળ્યો હતો. આ થ્રી ડી શો જૂનાગઢના માતંગી થ્રી ડી શો દ્વારા બતાવવામાં આવ્યો હતો. આ તકે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર તથા મહામંત્રી વિરમભાઈ દેસાઈએ આ કાર્યને શ્રેષ્ઠ કાર્ય તરીકે બિરદાવ્યું હતું.