મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં મિલકતો ભાડે આપતા પૂર્વે પોલીસને જાણ કરવી ફરજિયાત હોવા અંગેનું જાહેરનામું અમલી હોવા છતાં મોરબીના વિશાલ ફર્નિચર પાછળ આવેલ લક્ષ્મીનગર સોસાયટીમા પરપ્રાંતીય મજૂરોને ઓરડીઓ ભાડે આપનાર પ્રવીણભાઈ બલુભાઈ જાદવ ઉ.35 વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.