મોરબી : સત્યનારાયણ ગૌશાળા - ઉમિયા આશ્રમ દ્વારા આગામી તારીખ 21/1/2024ને રવિવારે અખંડ રામાયણનો પાઠ (સંપુટ રામાયણ) તથા તારીખ 22/1/2024ને સોમવારે સવારે 9:00 કલાકે શ્રી રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ મંદિર અયોધ્યાનું લાઈવ પ્રસારણ બપોરે 11:00 કલાકે, મહાઆરતી બપોરે 12:30 કલાકે તથા મહાપ્રસાદ બપોરે 12:30 કલાકે ઉમિયા આશ્રમ, શનાળા બાયપાસ, મોરબી ખાતે યોજાશે. આ અવસરે સૌ ધર્મ પ્રેમી ભક્તજનોને સત્સંગ અને યજ્ઞના દર્શનનો લાભ લેવા ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા દ્વારા ભાવભર્યુ આમંત્રણ અપાયું છે.