મોરબી : ઘુંટુ સેવા સહકારી મંડળીના પ્રમુખને દિલ્હી ખાતે યોજાનારા પ્રજાસત્તાક પરેડમાં હાજર રહેવા નિમંત્રણ મળતાં સમસ્ત ઘુંટુ ગામમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.ઘુટુ ગામની સહકારી મંડળીના પ્રમુખ અને મોરબી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પરસોતમભાઈ કૈલાને તાજેતરમાં જિલ્લા બેંક દ્વારા એવોર્ડથી સન્માનિત કર્યા બાદ સહકારી મંડળીમાં 100% કામગીરી બદલ આગામી તારીખ 26ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વ પરેડમાં હાજર રહેવા આમંત્રણ મળતા પરસોતમભાઈ કૈલા તેમજ તેમના પત્ની શારદાબેન કૈલા આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે.