કચ્છ -મોરબી બેઠક માટે કમલેશ મીરાણી અને રાજકોટ બેઠક માટે સુરેશ ગોધાણીને જવાબદારી સોંપાઈ મોરબી : લોકસભા ચૂંટણીના સંકેતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યની તમામ 24 લોકસભા બેઠકો માટે પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે જે અન્વયે મોરબી -માળિયાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત વિધાનસભાની તમામ 24 બેઠકો માટે પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. સાથે જ કચ્છ -મોરબી બેઠક માટે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને રાજકોટ બેઠક માટે બોટાદના સુરેશ ગોધાણીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.