આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુંમોરબી : મોરબીના ડાયમંડનગરમાં અયોધ્યા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થનાર છે જેને લઈને આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તેમજ આવતીકાલથી અખંડ રામ-નામના જાપ અને યજ્ઞ શરૂ થશે. આ ઉપરાંત 22મીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા આમરણના ડાયમંડ નગર ગામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ ડાયમંડ નગર રામજી મંદિર ચોકમાં સવારે 8:00 કલાકે રામધૂન, 10:00 કલાકે હનુમાન ચાલીસા, 10:30 કલાકે કારસેવકોનું સન્માન, 11:00 કલાકે રાસ-ગરબા, 12:20 કલાકે મહાઆરતી તથા 12:40 કલાકે મહાપ્રસાદ યોજાશે. મહોત્સવ અંતર્ગત આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તદુપરાંત આવતીકાલથી અખંડ રામ-નામના જાપ અને યજ્ઞ ચાલુ થશે. ત્યારે આ ધર્મકાર્યમાં સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.