મોરબી એલસીબી ટીમે દરિયાલાલ પ્લાઝા નજીકથી દેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડી, બન્ને આરોપીઓ ફરારમોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમા દેશી દારૂનો ધંધો કરતી સોનલ ઉર્ફે સોનકીએ મંગાવેલ દેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કારને મોરબી એલસીબી ટીમે દરિયાલાલ પ્લાઝા નજીકથી ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન ઇનોવા ચાલક અને સોનકી પોલીસને હાથ લાગ્યા ન હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીના દરીયાલાલ પ્લાઝા નજીક ખુલ્લા પટ્ટમાં વોચ ગોઠવી દેશી દારૂ સપ્લાય કરવા આવેલ ઇનોવા કારને ઝડપી લઈ તલાશી લેતા જીજે - 01 - HJ - 4165 નમ્બરની ઇનોવા કારમાથી રૂપિયા 11,600ની કિંમતનો 580 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત 3,11,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમાં દરોડા દરમિયાન ઇનોવા કારનો ચાલક કાર રેઢી મૂકીને નાસી જતા એલસીબી પોલીસે ઇનોવા કારના નંબરને આધારે કાર ચાલક તેમજ દેશી દારૂનો જથ્થો મંગાવનાર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા રહે.મોરબી, માળીયા વનાળિયા વાળી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.