વકીલો દ્વારા મૃતક બાળકોની આત્મશાંતિ માટે પ્રાર્થના સભા પણ યોજાઈમોરબી : મોરબી બાર એસો. દ્વારા આવતીકાલે શનિવારે આગામી વર્ષ ૨૦૨૪ માટે નવા ચુંટાયેલા હોદેદારો માટે અભીવાદન તેમજ પુર્વ હોદેદારોની વીદાય પ્રસંગ અનુરૂપ સ્નેહમીલનનું તેમજ સ્વરુચિ ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ વડોદરાની દુર્ઘટનાને પગલે તેને રદ કરવામાં આવ્યુ છે.મોરબી બાર એસો.ના પ્રમુખ દીલીપભાઈ આર. અગેચણીયા તથા સેક્રેટરી વિજયકુમાર વી.શેરશિયાએ જણાવ્યું છે કે ગઈકાલે વડોદરાની હરણી તળાવની ખુબ જ ગંભીર દુર્ઘટના અંગે સાંભળીને તમામ વકીલો ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ. જે સદર્ભે અમો મોરબી બારના તમામ વકીલોએ આ દુઃખદ દુર્ઘટનામાં અવસાન પામેલ આત્માંને ભગવાન શાંતી આપે તેના માટે શાંતિ પ્રાર્થના સભા આજ રોજ બપોરે ૧:૦૦ વાગ્યે મોરબી બાર રૂમમાં રાખેલી હતી.વધુમાં અમો મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો ગંભીર દુર્ઘટનામાં અવસાન પામેલના દુઃખમાં સહભાગી થવા માટે આવતીકાલે તા.૨૦ના રોજ આગામી વર્ષ ૨૦૨૪ માટે નવા ચુંટાયેલા હોદેદારો માટે અભીવાદન તેમજ પુર્વ હોદેદારોની વીદાય પ્રસંગ અનુરૂપ સ્નેહમીલનનું તેમજ સ્વરુચિ ડીનર પાર્ટીનું આયોજન કરેલ હતુ. જે પણ તાત્કાલીક આધાતથી રદ કરેલ છે. હતભાગી પરિવારોને આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાની પરમાત્માં શકિત તથા હીમ્મત આપે એવી અમો મોરબી બાર એસોસીએશનના તમામ વકિલો પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.