કોમન સર્વિસ સેન્ટર ધરાવતા યુવાનને અરજી કરવા માટે સરકાર તરફથી મહેનતાણું મળતું હોવા છતાં પૈસા લેતા હોવાની હકીકત મળતા એસીબીએ છટકું ગોઠવ્યુંટંકારા : પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવાની હોય, સરકારમાંથી અરજી માટેની ફી પણ આપવામાં આવતી હોય છતાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવા માટે રૂ. 200 લેતા એસીબીએ તેને રંગે હાથ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ ઉવ.૩૮ ધંધો. કોમન સર્વિસ સેન્ટર રહે. લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ પંકજ તુલસીભાઇ સબાપરાના મકાનમાં ભાડેથી મુળ ગામ-નાનાખિજડીયા તા.ટંકારા વાળા ટંકારા મુકામે લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા હોય જેઓને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની કોઇ પણ યોજનાઓના/સહાયનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી આપવાનુ અને પોતે CSCનુ પ્રમાણપ્રત્ર ધરાવતા હોય જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ “પી.એમ. વિશ્વકર્મા યોજના” અંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા પેટે દરેક ઓન લાઇન ફોર્મ ઉપર આરોપીને સરકાર તરફથી ફોર્મ દીઠ મહેનતાણુ ચુકવવામાં આવે છે.આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી જારી થયેલ માર્ગદર્શિકાની પુસ્તિકા ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગો મંત્રાલય પીએમ વિશ્વકર્મા અમલીકરણ માટેની માર્ગદર્શિકાના પેરા નંબર-૫.૧.૫માં પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે કોઇ ફી અથવા શુલ્ક લેવામાં આવશે નહી. યોજના હેઠળ સી.એસ.સી. દ્વારા નોંધણીનો સંપુર્ણ ખર્ચ અને ત્યારબાદની નોંધણી અને પ્રમાણપત્ર/ઓળખપત્ર જારી કરવાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. તેવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતા આ શખ્સ પોતાની પાસે પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત અરજી કરવા આવતા અરજદારો પાસેથી પોતાના અંગત આર્થિક ફાયદાસારૂ રૂ.૨૦૦/-થી રૂ.૫૦૦/- સુધીની રકમ લેતા હોવાની ખાનગીરાહે હકિકત મળતા એસીબી ટીમે ડીકોયનુ આયોજન કરી સ્થળ ઉપર વોચમા રહી આવતા જતા અરજદરને મળી એક અરજદાર ડીકોયર તરીકે રહેવા સહમત થતા પંચ-૧ સાથે પોતાનુ પી.એમ. વિશ્વકર્મા યોજનાનુ ઓન લાઇન ફોર્મ ભરવા મોકલતા આરોપીએ ડીકોયરનુ પોતાના CSC ID :56375310019 પાસ વર્ડ નંબર-Jiten$5637 ઉપર ઓનલાઇન ફોર્મ ભરી આપી ફોર્મની નકલ આપી અવેજ પેટે અરજદાર પાસેથી પંચ-૦૧ ની હાજરીમાં ગેરકાયદેસર રીતે રૂ.૨૦૦/-ની માંગણી કરી સ્વિકારતા તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી કરી છે.આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એચ.એમ. રાણા- પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.બી. પોલીસ સ્ટેશન, મોરબી અને સુપરવિઝન અધિકારી તરીકે વી.કે. પંડ્યા -મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ જોડાયા હતા.