મોરબી : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશ આખો રામમય બની ગયો છે ત્યારે મોરબીના ખારીવાળી વિસ્તાર વોર્ડ નંબર 11માં વાવડી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તા. 22 જાન્યુઆરીના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણી અંતર્ગત શ્રીરામ ભગવાનની રથયાત્રા, ધ્વજારોહણ, 1008 દીવડાની મહાઆરતી, ખારી વાડી વિસ્તારનું સમુહ ભોજન તેમજ એલઈડી સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાઆરતી, રથયાત્રા, સમુહ ભોજન તેમજ આખો દિવસ રામધૂન યોજાશે. આ ઉત્સવમાં ભગવાનની વેશભૂષા કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વે ખારીવાળી વિસ્તારની જનતાને સહભાગી થવા પ્રમુખ માવજીભાઈ કંઝારીયા અને ખારીવાડી વિસ્તારની પૂરી ટીમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.