મોરબી : પ્રભુ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ યાત્રાનું આયોજન સામાકાંઠે આવેલા પોલીસ લાઈનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તથા કળશના દર્શન કર્યા હતા. કાર્યક્રમમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ તથા કળશ યાત્રાના સંયોજક પુષ્પરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.