મોરબી : આગામી તા.22ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર હોય હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી તા.22મીના રોજ સમગ્ર રાજ્યમાં માસ - મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માંગ કરી છે.હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, આગામી તા.22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોવાથી આ ઐતિહાસિક દિવસે સમગ્ર રાજ્યમાં માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ જારી કરવા માંગ ઉઠાવી છે.