મોરબી : મોરબીના અદેપર ગામમાં અયોધ્યામાં નિર્માણ પામેલા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી તા.22મી જાન્યુઆરીએ સવારે 8 વાગે પ્રભુ શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે. ત્યારબાદ 11 વાગે રામજી મંદિરે ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે અદેપર ગામ ઘુમાડા બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સરપંચ જનકસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.