ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે કોટન જિનિંગ ફેકટરીમાં બનેલો બનાવ ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે હિમતવાન તસ્કરોએ કોટન જિનિંગ ફેક્ટરીમાંથી ઇલેક્ટ્રિક ટ્રાન્સ્ફોર્મરમાંથી 180 કિલોગ્રામ કોપરની ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ ક્રિષ્ના કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી અજાણ્યા તસ્કરો ઇલેક્ટ્રિક ટ્રાન્સ્ફોર્મરમાંથી 180 કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા 1,17,000ની ચોરી કરી જતા ફેક્ટરી માલિક મહેશભાઇ લક્ષ્મણભાઇ કાતડ રહે.રહે. ભગવતીપરા મેઇન રોડ, ઓમ શાંતિ સ્કુલની પાછળ, ગાંધી સ્મૃતિ સોસાયટી, રાજકોટ વાળાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.