મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર ફન ઇમ્પીરિયલ હોટલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે સિગ્નેચર બ્રાન્ડ વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 2460 સાથે આરોપી હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઇ બારડ રહે.દરબાર ગઢ, મચ્છુમાતાજીના મંદિર પાસે મોરબી વાળાને ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.