મોરબી એલસીબી પીઆઇ તરીકે વી.એમ.લગારીયા, ડી.એમ.ઢોલને હળવદ પીઆઇ તરીકે મુકાયા : લિવ રિઝર્વ પીઆઇ છાસિયાને ટ્રાફિકનો ચાર્જ મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા બે પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવા હુકમ કરી ટ્રાફિક પીઆઇ વી.એમ.લગારીયાને મહત્વની ગણાતી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઇની જવાબદારી સોંપવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી એલસીબીમાં ફરજ બજાવતા ડી.એમ.ઢોલને હળવદ પોલીસ મથક ખાતે અને મોરબીની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વી.એમ.લગારીયાની મોરબી એલસીબી પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. આ સાથે જ લીવ રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાને મોરબી ટ્રાફિક શાખાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.