લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં સર્વેથી સિરામિક જગતમાં દોડધામમોરબી : નાણાકીય વર્ષનો અંતિમ ભાગ નજીક આવતા જ મોરબીમાં સિરામિક ઉદ્યોગ ઉપર ફરી જીએસટી વિભાગે તવાઈ ઉતારી હોય તેમ આજે સવારથી એક ફેકટરીમાં સર્ચ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે.મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આજવીટો સિરામિક ફેકટરીમાં આજે સવારથી જીએસટી વિભાગ દ્વારા સર્ચ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી જીએસટી વિભાગની કાર્યવાહી અંગે કોઈ જ સતાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, નોંધનીય છે કે થોડા સમય પૂર્વે પણ મોરબીની બે ફેક્ટરીઓમાં જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી મોટા બેનંબરી વ્યવહારો ઝડપી લીધા હતા.