મોરબી : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામશ્રી રામના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છવાયો છે ત્યારે 22 જાન્યુઆરીના દિવસે રજા જાહેર કરવા માટે મુખ્યમંત્રીને મોરબી જિલ્લાના ધારાસભ્યોએ રજૂઆત કરી છે.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો આનંદ ઉત્સવ જોવા મળી રહ્યો છે. ગામે ગામ અને સોસાયટી સોસાયટીએ સમૂહ ભોજનના આયોજન થયા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દિવસ દરમિયાન લોકો ભગવાન રામના સમગ્ર દિવસ દરમ્યાન ગુણગાન ગાઈ શકે, અયોધ્યાના કાર્યક્રમને નિહાળી શકે, એ માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી 22 જાન્યુઆરીના રોજ જાહેર રજા રાખવા રજુઆત કરી છે.