મોરબી : ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કાર્યોના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 19.01.2024 ના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ અને અકબરપુરનો સમાવેશ થાય છે.ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ 20.01.2023ના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ નો સમાવેશ થાય છે.