ધાર્મિક જગ્યઓને 5000 દિવાલ ઘડિયાળનું પણ વિતરણ કરાશેમોરબી : મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા.18ને ગુરુવારના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવાસ દરમિયાન કાંતિભાઈ, મંદિરની આસપાસ સફાઈ કરવા ઉપરાંત સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા 500 વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે 5,000 જેટલી ઘડિયાળો મંદિરો, ધર્મસ્થાનોમાં ભેટ કરશે. પ્રવાસ કાર્યક્રમમાં સવારે 10:00 - જેતપર(મ.), સવારે 11:25 - ખાખરેચી, બપોરે 01:00 - મોટા દહિસરા, ક્રિષ્નાનગર , સાંજે 04:00 - મહેન્દ્રનગર, સાંજે 05:00 - ભડિયાદ, સાંજે 06:00 - ત્રાજપર ખાતે સાફ સફાઈ હાથ ધરાશે.આ પ્રવાસ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બેઠકના મુખ્ય ગામ પર આયોજીત સમારોહમાં જિલ્લા ભાજપ, તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો, સરપંચો તથા કાર્યકરો પણ જોડાશે.