મોરબી : મોરબીના લાલપર ગામેથી એમડી ડ્રગ્સ ઝડપાઈ જવા પ્રકરણમાં તપાસમાં મૂળ સુધી પહોંચવા પોલીસે એમડી ડ્રગ્સ સપ્લાયર એવા રાજસ્થાનના શખ્સને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને સોંપી આપવા કાર્યવાહી કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર નજીકથી એમડી એટલે કે, મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ પકડાવા પ્રકરણમાં તપાસ કરતી પોલીસ ટીમ સમક્ષ એમડી ડ્રગ્સના સપ્લાયર તરીકે રાજસ્થાનના પ્રતાપગઢના શખ્સનું નામ ખુલતા મોરબી એસઓજી ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ચાર્ટર મુજબની કામગીરી કરી એ.એસ.આઈ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલને મળેલી સચોટ બાતમીને આધારે મોરબીના લાલપર ખાતેથી નાસતા ફરતા આરોપી દાઉદ ઇબ્રાહિમ અજમેરી રહે. ગાદોલા ગામ, જિલ્લો. પ્રતાપગઢ, રાજસ્થાન વાળાને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.આ સફળ કામગીરી મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઈ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, રસિકકુમાર કડીવાર, હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, શેખભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ માણસૂરભાઈ ડાંગર, અસિફભાઈ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા, તેજપાલસિંહ ઝાલા, અંકુરભાઈ ચાચુ તથા અશ્વિનભાઈ લોખીલ સહિતની ટીમે કરી હતી.