મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો 22મીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ ઉઠાવી છે. આ મામલે અધિક કલેકટરને આવેદન પણ પાઠવ્યું છે.હિન્દુ સંગઠનોના આગેવાન કે.બી.બોરીચાએ જણાવ્યું છે કે સંવત ૨૦૮૦ પોષ સુદ બારસને સોમવારના રોજ બપોરે ૧૨.૨૦ કલાકે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજનો એક ધાર્મિક તહેવાર સંપૂર્ણ ભારત વર્ષમાં ઉજવાશે. 500 વર્ષના સંઘર્ષ પછી આ શ્રીરામ મંદિર તૈયાર થઇ રહ્યું છે.આશરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. હિન્દુ સમાજની આસ્થા અને ગર્વ સમાન આ દિવસે ભારત વર્ષમાં હરેક મંદિરમાં હરેક ઘરે હરેક સોસાયટીમાં આરતી પૂજા થવાની છે. હિન્દુ સમાજની લાગણી અને માંગણીને માન આપીને એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવે કે 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ સંપૂર્ણ રીતે મોરબીમાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, તેવી માંગ છે.