અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજુઆતમોરબી : મોરબી નગરપાલિકામાં રોજમદાર તરીકે કાર્ય કરતા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેઓના પગારમાંથી ઇ.પી.એફ. કાપવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબી નગરપાલિકામાં વર્ષોથી રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારો ભારત દેશના વડાપ્રધાનથી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનમાં ખુબ જ મહેનતથી પોતાની સફાઈ કામદાર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આ કામદારો વર્ષોથી રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. આવી મોંઘવારીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ખુબ જ ઓછો પગાર પડે છે અત્યારે મોરબી નગરપાલિકાના સેટઅપમાં ખાલી પડેલ કાયમી સફાઈ કામદારોની જગ્યા ઉપર નવી નિમણુંક આપવામાં આવે તેમજ પગારમાંથી ઈ.પી.એફ.ના પૈસા કાપવામાં આવે તેવી માંગ છે.