મોરબી : આજે તા. 17 જાન્યુઆરી, 2024ને બુધવારે શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહની છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, પોષ સુદ સાતમની તિથિ છે. ત્યારે જાણીએ આજની તારીખે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિષે..મહત્વપૂર્ણ ઘટનાઓ1595 – ફ્રાન્સના રાજા હેનરી IV એ સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.1601 – મુઘલ બાદશાહ અકબરે અસીરગઢના અભેડ કિલ્લામાં પ્રવેશ કર્યો. ફ્રાન્સે સ્પેન સાથે કરાર કર્યો જે હેઠળ ફ્રાન્સે બ્રાઇસ, બ્યુગ્સ વોલ્રોમી અને ગેક્સ પ્રદેશ મેળવ્યા હતા.1757 – જર્મનીએ પ્રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.1773 – કેપ્ટન જેમ્સ કૂકે એન્ટાર્કટિક વૃતની દક્ષિણે સફર કરવાના પ્રથમ અભિયાનનું નેતૃત્વ કર્યું.1852 – બ્રિટને દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલની સ્વતંત્રતાને માન્યતા આપી.1863 – અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગૃહયુદ્ધ.1895 – ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાસિમીર પેરીએ રાજીનામું આપ્યું.1913 – રેમન્ડ પોઈનકેર ફ્રાન્સના પ્રમુખ તરીકે ચૂંટાયા.1941 – સુભાષ ચંદ્ર બોઝ બ્રિટિશરોના શકંજામાંથી છૂટીને ચૂપચાપ જર્મની જવા રવાના થયા.1945 – બીજા વિશ્વયુદ્ધના અંત દરમિયાન પોલેન્ડની રાજધાની વોર્સોમાં સોવિયેત આર્મીનું આગમન.1946 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રથમ બેઠક યોજાઈ.1948 – નેધરલેન્ડ અને ઇન્ડોનેશિયા યુદ્ધવિરામ મુદ્દે સહમત થયા.1961 – ડેમોક્રેટિક કોંગોના વડા પ્રધાન પેટ્રિસ લુમુમ્બાની દેશના નવા લશ્કરી શાસકો દ્વારા હત્યા કરવામાં આવી હતી.1976 – યુરોપિયન સ્પેસ એજન્સીએ હર્મિસ રોકેટ લોન્ચ કર્યું.1979 – સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.1980 – નાસાએ Flatsatcom-3 લોન્ચ કર્યું.1985 – ભારતીય ક્રિકેટર અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે તેની બીજી ટેસ્ટ સદી ફટકારી.1987 – ટાટા ફૂટબોલ એકેડમી શરૂ કરવામાં આવી.1989 – કર્નલ જેકે બજાજ ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા.1992 - દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન જાપાનના વડા પ્રધાન કિચી મિયાઝાવાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોરિયન મહિલાઓને જાતીય ગુલામી માટે દબાણ કરવા બદલ માફી માંગી.1996 – ચેક ગણરાજ્યએ યુરોપિયન સંઘના સભ્યપદ માટે અરજી દાખલ કરી.1995 – જાપાનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપમાં 5,372 લોકોના મોત થયા.2002 – અમેરિકાના વિદેશ મંત્રી કોલિન પોવેલ ભારત પહોંચ્યા, આતંકવાદના મુદ્દે ભારતના વલણને સમર્થન આપ્યું.2007 – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ બેવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.2007 – ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણના જવાબમાં ડૂમ્સડે ક્લોક (માનવનિર્મિત વૈશ્વિક વિનાશની સંભાવનાનું એક પ્રતિક) ૨૩:૫૫ મિનિટ પર ગોઠવવામાં આવી.2008 – કેન્દ્ર સરકારે દિવ્યાંગોને નોકરી આપવા માટે 1800 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી હતી. મેડાગાસ્કરમાં હિંદ મહાસાગરના પામ વૃક્ષની નવી પ્રજાતિઓ મળી આવી.2010 – ભારતની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર હુમલો થવાની સ્થિતિમાં સ્વ-બચાવના અધિકારની પ્રો-એક્ટિવ વ્યાખ્યા આપતા કહ્યું કે, કાયદાનું પાલન કરનારા લોકોએ કાયર બનીને રહેવાની જરૂર નથી. તેની બે સભ્યોની ખંડપીઠે, સ્વ-બચાવના અધિકાર પર 10-મુદ્દાના નિર્દેશ નક્કી કરતા કહ્યું કે, આ સંજોગોમાં વ્યક્તિને ગુનેગાર બનાવી શકાય નહીં, પછી ભલે તેણે હુમલાખોરને જીવલેણ નુકસાન પહોંચાડ્યું હોય.2013 – ઈરાકમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 33 લોકોના મોત થયા હતા.2020 – ઇસરો (ISRO) એ યુરોપિયન સ્પેસ એજન્સીના Ariane-5 લોન્ચ વ્હીકલ દ્વારા કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 લોન્ચ કર્યો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદ, નક્સલવાદી હિંસા કે સાંપ્રદાયિક રમખાણોના પીડિતો માટે સરકારી સહાય મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું હતું.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1863 - ‘કોન્સ્ટેન્ટિન સ્ટેનિસ્લાવસ્કી’ – મહાન રશિયન ચિત્રકાર જેણે આધુનિક થિયેટરને તેની વાસ્તવિક શૈલીથી પુન: આકાર આપ્યો.1888 - બાબુ ગુલાબરાય – ભારતના પ્રખ્યાત લેખક, નિબંધકાર અને વ્યંગકાર.1896 – બાપાલાલ વૈધ, ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય (અ. ૧૯૯૩)1905 - ડી.આર. કાપરેકર – ભારતીય ગણિતશાસ્ત્રી.1917 – એમ. જી. રામચંદ્રન, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને રાજકારણી, તમિલનાડુના ૫મા મુખ્યમંત્રી (અ. ૧૯૮૭)1918 - કમલ અમરોહી – ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક.1920 - નાઝીમ હિકમત – તુર્કી ક્રાંતિકારી કવિનો જન્મદિવસ.1921 – અસગર ખાન, પાકિસ્તાની જનરલ અને રાજનેતા (અ. ૨૦૧૮)1923 – રાંગેય રાઘવ, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૬૨)1930 - અરવિંદ કુમાર – માધુરી અને સર્વોત્તમ સામયિકોના પ્રથમ સંપાદક.1941 - મહાવીર સરન જૈન – પ્રખ્યાત લેખક.1945 - જાવેદ અખ્તર – પ્રખ્યાત કવિ, ગીતકાર.1951 – બિંદુ, ભારતીય ચલચિત્ર અભિનેત્રી1960 – તુષાર ગાંધી, મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પત્રકાર1986 - નિશિથ પ્રામાણિક – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી જે બંગાળના કૂચ બિહારના સાંસદ છે.1996 - અબ્દુલ્લા અબુબકર – ટ્રિપલ જમ્પિંગમાં ભાગ લેનાર એક ભારતીય એથ્લેટ.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1582 - બેગા બેગમ – મુઘલ સમ્રાટ હુમાયુની બીજી પત્ની અને અકબરની સાવકી માતા.1930 - ગૌહર જાન – એક ભારતીય ગાયિકા અને નૃત્યાંગના1951 - જ્યોતિ પ્રસાદ અગ્રવાલ – આસામના પ્રખ્યાત લેખક, સ્વાતંત્ર્ય સેનાની અને ફિલ્મ નિર્માતા.2010 – જ્યોતિ બસુ, ભારતીય વકીલ અને રાજકારણી, પશ્ચિમ બંગાળના ૯મા મુખ્યમંત્રી (જ. ૧૯૧૪)2013 – રણછોડદાસ પગી, ભારતીય ભૂમિસેનાના સ્કાઉટ (જ. ૧૯૦૧)2014 – મોહમ્મદ બુરહાનુદ્દીન, ભારતીય આધ્યાત્મિક નેતા, દાઉદી બોહરા સમુદાયના ૫૨મા દાઈ અલ-મુત્લાક (જ. ૧૯૧૫)2014 – સુનંદા પુષ્કર, ભારતીય-કેનેડિયન ઉદ્યમિતા,વ્યાપારી અને શશિ થરૂરના પત્ની (જ. ૧૯૬૨)2014 - સુચિત્રા સેન – હિન્દી અને બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી2016 – વી. રામા રાવ, ભારતીય વકીલ અને રાજકારણી, સિક્કિમના ૧૨મા રાજ્યપાલ (જ. ૧૯૩૫)2016 – સુધિન્દ્ર તિર્થસ્વામી, ભારતીય ધાર્મિક નેતા અને કાશીમઠના મઠાધિપતિ (જ. ૧૯૨૬)2020 - બાપુ નાડકર્ણી – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી2021 - ગુલામ મુસ્તફા ખાન – ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયક2022 – બિરજુ મહારાજ,...