મોરબી : પ્રભુ શ્રી રામ અયોધ્યા નવ નિર્માણ મંદિરમાં બીરાજમાન થઈ રહ્યા છે. ત્યારે હાલ દેશભરમાં સાફ સફાઈ કરાઈ રહી છે. જે અંતર્ગત મોરબીના સામાકાંઠે આવેલા સ્મશાન ગૃહમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.હાલ દરેક મંદિર, મકાન, ગામ, શેરી, સ્કૂલ સહિતની જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના વરિયા પ્રજાપતિ સમાજના વૃદ્ધો સહિતના કાર્યકરોએ મોરબીના સામાકાંઠે આવેલા સ્મશાન ગૃહમાં સાફ સફાઈ કરીને દરેક મુર્તિને પાણીથી સાફ કરી હતી.