વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા સમયે મૂળ ઉત્તરપ્રદેશના વતની જીતેન્દ્રકુમાર સુધરસિંગ ઉ.39 નામના શ્રમિકને છાતીમાં દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ મારફ્તે મોરબી સિવિલ હોસ્પિટલમા સારવારમા લઇ આવતા ફરજ ઉપરના ડોક્ટરે શ્રમિકને મૃતજાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.