મોરબી : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા રફાળેશ્વર મહાદેવથી મકનસર ગામ સુધીની શિવયાત્રા તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવતા તરણા ગામમાં વાળીનાથ મહાદેવની જગ્યા આવેલી છે તે જગ્યામાં સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન મંદિર બની ગયું છે અને આ શિવાલયમાં આગામી 22 ફેબ્રુઆરીના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચારધામ યાત્રા અને બાર જ્યોર્તિલિંગ શિવયાત્રા પરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે પરિભ્રમણ કરતી શિવયાત્રા આવતીકાલે તા. 17 જાન્યુઆરીના બપોરે 2 કલાકે મોરબી તાલુકાના રફાળેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચવાની છે. જેને લઈને રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મકનસર ગામમાં આવેલા રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં શિવલિંગને રુદ્રાભિષેક કરવામાં આવશે ત્યારપછી ધર્મસભા તેમજ સંત સંમેલન પણ યોજાશે.મોરબી જીલ્લામાં યોજાનાર અભૂતપૂર્વ શોભાયાત્રામાં જોડાવવા તેમજ ધર્મસભા, મહાપ્રસાદનો લાભ લેવા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.