ટંકારા : ટંકારાના નાના એવા ભુતકોટડા ગામના શિક્ષિકાએ જે વિદ્યાર્થી હનુમાન ચાલીસા બોલી બતાવે તેને ઇનામ આપવાની અનોખી અને સરાહનીય પહેલ શરૂ કર્યો છે.બાળકોમાં ધાર્મિક મૂલ્યો સાથે સંસ્કાર સિંચનનું આરોપણ થાય તેવા સતત પ્રયાસો સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવતા ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલ દ્વારા શાળાના બાળકો તેમજ ગામના બાળકો માટે એક અલગ જ પહેલ કરવામાં આવી છે. જેમાં ગામના ધો.5થી 10ના કોઈ પણ વિદ્યાર્થી માટે 'હનુમાન ચાલીસા બોલો અને ઈનામ મેળવો' નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે તા.23 સુધી ચાલવાનો છે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી હનુમાન ચાલીસા મોઢે બોલે તેને ઇનામ આપવામાં આવી રહ્યું છે.