લોકોની વારંવાર રજુઆત છતા પાલિકાતંત્ર પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળમોરબી : મોરબી શહેરમાં ભરશિયાળે પાણીની મોકાણ સર્જાઈ છે, પાલિકા તંત્રની અણઆવડતને કારણે શહેરની છેવાડાની સોસાયટીઓ બાદ હવે શહેરના મધ્યમાં પંચાસર રોડ વિસ્તારમાં 15 - 15 દિવસથી પાણી વિતરણ ન કરવામાં આવતા લોકોમાં દેકારો બોલી ગયો છે, જો કે, પાણીની સમસ્યા મામલે સ્થાનિક લોકો રજુઆત કરી કરીને થાકવા છતાં તંત્રએ સમસ્યા ન ઉકેલતા લોકોને પાણીની બુંદ બુંદ માટે તરસવું પડી રહ્યું છે.મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રામ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધિયા છે. જેમાં છેલ્લા 15 દિવસથી તો સમૂળગું પાણી આવતું ન હોવાથી લોકોને પીવા વાપરવા માટેના પાણી માટે દર દર ભટકવું પડે છે. વધુમા સ્થાનિક લોકોએ પાણી પ્રશ્ને પાલિકામાં અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.