માળીયા (મિ.) : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહાઆરતી, શોભાયાત્રા અને રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આ પાવન દિવસે જૂના ઘાંટીલા ગામમાં પણ વિશેષ રીતે ઉજવણી કરવામાં આવશે. 22 જાન્યુઆરી ને સોમવારના રોજ સમસ્ત જુના ઘાંટીલા ગામ દ્વારા રામજી મંદિરે બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7 કલાકે ઢોલ - ત્રાશા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 9 કલાકે રામજી મંદિરે રામ ધૂનનું પણ આયોજન કરાયું છે. 22 જાન્યુઆરી રોજ સમગ્ર જુના ઘાંટીલા ગામ એક ભગવા રંગમાં રગાઈને ભગવાન શ્રી રામમાં ભક્તિમય બની જશે.