પ્રથમ મોરબીમાં સારવાર બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો, એકાદ દિવસમાં રજા મળી જાય તેવી શકયતામોરબી : મોરબી સબ જેલમાં હત્યાના ગુનાની સજા કાપી રહેલા એક કેદીએ દવાના વધુ ટિકડા ખાઈ લેતા તેની તબિયત લથડી હતી. જેના કારણે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સબ જેલમાં 302ના ગુનામાં સજા ભોગવી રહેલા સુનિલ લાભુભાઈ કોરડીયા નામના કેદીને પથરીના દુખાવાની સમસ્યા હોય, તેની દવા ચાલતી હતી. તેને 2 ગોળી વધુ ખાઈ લેતા તેનું રિએક્શન આવતા તબિયત લથડી હતી. જેથી પ્રથમ તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કેદીની રિકવરી થઈ રહી હોય એકાદ દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.