ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે ઉગમણા નાકા નજીક આરોપી અશ્વિનભાઇ ઉર્ફે ગડો કરશનભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ 10 લીટર તેમજ દેશી દારૂ બનાવવાના સાધનોમાં ગેસનો ચૂલો, બાટલો, ડોલ, જગ, કેરબો અને ગરણી સહીત રૂપિયા 1420નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.