મોરબી : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેને લઈને દેશભરમાં ખુબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલ્લા જ્યારે મંદિરમાં બીરાજમાન થવાના છે ત્યારે આખો દેશ ફરી દિવાળીના તહેવારની જેમ ઝગમગી ઉઠવાનો છે. ઘરે-ઘરે લોકો દીપ પ્રગટાવી રંગોળી કરીને રામલ્લાનું સ્વાગત કરવાના છે ત્યારે મોરબીના અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અદેપરના સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા મોરબીના સામા કાંઠા વિસ્તારમાં જૂની પોસ્ટઓફિસની બાજુમાં આજે વિનામુલ્યે 4000 જેટલાં કોડિયાનું વિતરણ કરવામાં આવનાર છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.