મોરબી : અયોધ્યા ખાતે તા. ૨૨ જાન્યુઆરીના શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને દેશભરના લોકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા પંચદિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત સાર્થક મંદિર ખાતે તા. 16 થી 20 જાન્યુઆરી દરમિયાન રામસભા, પૂજિત અક્ષત કળશનું સ્વાગત, શ્રીરામ ભગવાન વિશે વકતવ્ય, ગીત, ધૂન, રામચરિત માનસ પાઠ, વિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થ, પ્રેઝન્ટેશન, ભરતનાટ્યમ- કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણ, દીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ વગેરે જેવાં કાર્યક્રમો યોજાશે. આ પંચ દીનાત્મક કાર્યક્રમમાં સૌ લોકોને ઉપસ્થિત રહેવા સાર્થક વિદ્યામંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.