મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂનમ કેસેટ નજીક આવેલ ફેન્સી પતંગ સ્ટોલ નામની દુકાનના ગોડાઉનમાં છાપો મારી પ્રતિબંધિત ઘાતક ચાઈનીઝ દોરાની પાંચ ફીરકી કિંમત રૂપિયા 2500 સાથે આરોપી રિયાઝઅહેમદ હુસેનભાઈ કલાડીયા નામના વેપારીને ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.