બેંકે સિલ મારેલા મકાનમાં પણ ચોરી, તપાસ શરૂ મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર સંખ્યાબદ્ધ મકાનોમાં આજે તસ્કરોએ ચોરી કરી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યાનું જાણવા મળે છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ મારુતિપાર્ક સોસાયટીમાં ગતરાત્રીના દસથી બાર જેટલા તસ્કરો ત્રાટકયા હતા અને પાંચથી સાતેક મકાનમાં તસ્કરોએ ચોરી કર્યાનું સામે આવ્યું છે.વધુમાં તસ્કરોએ પીપળી રોડ ઉપર આવેલ સુરેશભાઈ જીતિયા અને મજેશભાઈ સોલંકી અને મહેશભાઈ મકવાણા તેમજ સુનિલભાઈ મકવાણાના મકાનમાંથી કુલ મળી લાખો રૂપીયાની ચોરી થયાનું બહાર આવ્યું છે.