મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત જલારામ પ્રાર્થના મંદિરની કચ્છ-મોરબી લોકસભા બેઠકના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબીની સેવાકીય પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી દ્વારા જલારામ પ્રાર્થના મંદિરના માધ્યમથી વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા , દરરોજ બપોરે તથા સાંજે ભોજન પ્રસાદ, સામુહીક અસ્થિ વિસર્જન, બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા, દર મહિને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, પદયાત્રીઓની સેવા, કુદરતી આફત સમયે સેવા, ફ્રિઝ શબ પેટી સહીતની સેવાઓ કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના અવિરતપણે પ્રદાન કરવામાં આવે છે. ત્યારે કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબીને નવી એમ્બ્યુલન્સ માટે રૂ.૧૦ લાખની ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરી છે.આ તકે લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે મોરબી-માળીયા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, જીલ્લા ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, આનંદભાઈ સેતા, શહેર ભાજપ અગ્રણી દીપકભાઈ સોમૈયા, ભરતભાઈ ડાંગર, નરેન્દ્રભાઈ પોપટ, અજયભાઈ કોટક, હરેશભાઈ ઉભડીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી સંચાલિત જલારામ પ્રાર્થના મંદિરની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી ૧૦ લાખની ગ્રાંટ ફાળવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નરેન્દ્રભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટેલ), રમણીકભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતના અગ્રણીઓએ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહીતના અગ્રણીઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમ નિર્મિત કક્કડ- પ્રમુખ, જલારામ સેવા મંડળની યાદીમાં જણાવાયું છે.