મોરબી : મોરબી ઓટોમોબાઇલ એસોસિએશન દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે તમામ નાના મોટા વેપારીઓ પાસેથી ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. બાદમાં એસોસિએશન તરફથી ચાર ગૌશાળાને રૂ. 11,111 મળી કુલ રૂ.44,444નું અનુદાન આપવામાં આવ્યું હતું. તેમ એસોસિએશનના પ્રમુખ ત્રિભોવનભાઈ લિખિયાની યાદીમાં જણાવાયું છે.