મોરબી : મોરબીના લાલપર ગામમાં ગઈકાલે તારીખ 13 જાન્યુઆરીના રાત્રે 9 વાગ્યા દરમિયાન અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ ડી.જે. સાઉન્ડના તાલે વાજતે ગાજતે આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ કાર્યક્રમમાં લાલપર ગામના ભાઈઓ-બહેનો અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ રમેશભાઈ પટેલ, ઉપસરપંચ રાજુભાઈ પટેલ, ગામ પંચાયતના સદસ્યો તેમજ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા ઉપસ્થિત રહ્યા હતા.