મોરબી : હાલ સમગ્ર દેશમાં અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી તેમજ નીલકંઠ સ્કુલ દ્વારા તા. 20 જાન્યુઆરીના બપોરના 3 થી 5 કલાકે નીલકંઠ વિદ્યાલય ખાતે બહેનો માટે રામાયણ ઉપર પરીક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.મુશ્કાન સોસાયટી આયોજિત રામાયણ આધારિત પરીક્ષામાં 50 માર્કસનું પેપર રહેશે. જેમાં 40 માકર્સ, 40 પ્રશ્નો-એક શબ્દમાં જવાબ (રામાયણ પર આધારિત પ્રશ્નો રહેશે), 10 માકર્સ- બે પ્રશ્નો વિસ્તૃત જવાબ લખવાના રહેશે. આ સ્પર્ધામાં 18 વર્ષ કે તેથી વધુ વર્ષના દરેક બહેનો ભાગ લઈ શકશે. આ પરીક્ષાનાં ભાગ લેવા માટે કોઈપણ ચાર્જ નથી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે મયુરી મેડમ- 9275951954, એકતા મેડમ - 9023009691 આ બંને માંથી કોઈપણ નંબર પર મેસેજ કે ફોન કરીને અથવા સ્કુલ પર રૂબરૂ જઈને નામ લખાવવાનું રહેશે. માત્ર 251 બહેનોના નામ લખવાના હોવાથી રજીસ્ટ્રેશન સમયસર કરાવવાનું રહેશે. આ પરીક્ષામાં 1 થી 10 નંબર પર વિજેતા થનાર બહેનોને વિશેષ ઈનામ આપીને સન્માનિત કરવામાં આવશે. તેમજ પરીક્ષા આપનાર દરેક બહેનોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. શ્રીરામ જીવન ચરિત પરીક્ષા દ્વારા દરેક બહેનો રામાયણના વાંચન તરફ દોરવાનો અને રામાયણને સમજીને જીવનમાં અનુસરવાનો એક સમાજલક્ષી- મૂલ્યલક્ષી અનન્ય પ્રયત્ન નીલકંઠ સ્કુલ તેમજ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે.